શાળામાં ૪૦૦ ચો. ફૂટના અલગ-અલગ કુલ ૪ ઓડીયો વિઝિયલ રૂમ છે. અભ્યાસ લક્ષી ડી.વી.ડી. મંગાવી પ્રોજેક્ટર દ્વારા બાળકોને બતાવવામાં આવે છે અને જ્ઞાન સાથે ગમ્મત પિરસવામાં આવે છે. આ સીવાય શાળામાં એજ્યુકોમ્પ દ્વારા વધારાનું શિક્ષણ બાળકોને સ્માર્ટ ક્લાસ દ્વારા આપવામાં આવે છે. બાળકોને સામાન્ય જ્ઞાન તથા ગાણીતીક જ્ઞાનની સમજણ વધે તે માટે જી.કે.ની ક્વિઝ અને ગણિતના કોયડા તથા પઝલ જેવી ડી.વી.ડી. બતાવી તેમના જ્ઞાનનો વધારો કરવામાં આવે છે.