NUTAN VIDYA VIHAR HIGHER SECONDARY SCHOOL
सत्यम शिवम सुन्दरम
NUTAN VIDYA VIHAR HIGHER SECONDARY SCHOOL
Opp. Ghatlodia Post Office, Prabhat Chowk, Ghatlodiya, Ahmedabad.
 
Detail of Institute
History
Message
Achievements
Principal's Message

       

શ્રી હેમંતકુમાર ચંદુલાલ પટેલ ( પ્રિન્સીપાલ )   

આ શાળા મારા માટે એક સાચા અર્થમાં કર્મભૂમિ કહી શકાય. આ શાળા મારું ઘર કહો તો પણ તેમાં કોઈપણ જાતની અતિશયોક્તિ ન કહી શકાય કારણ કે મારી જીંદગીના ત્રીજા ભાગમાં લગભગ વધારેમાં વધારો સમય મેં આ શાળામાં વિતાવ્યો છે. આ શાળાનો હું વિદ્યાર્થી, કલાર્ક, શિક્ષક અને હાલમાં આચાર્ય તરીકેની કામગીરી બજાવી રહ્યો છું શાળાની એસ.એસ.સી. ની પ્રથમ બેચમાં પાસ થયા બાદ કોલેજ કરતી વખતે આ શાળામાં કલાર્ક તરીકે જોડાયો અને વિજ્ઞાનપ્રવાહમાં પ્રાણીશાસ્ત્રની સ્નાતકની ડીગ્રી મેળવ્યા બાદ બી.એડ. કર્યા પછી આ શાળામાં માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે જોડાયો. પાંચ વર્ષ શિક્ષણ કાર્ય કર્યા પછી તારીખ : ૦પ-૧૦-૯પ ના રોજ શાળામાં આચાર્યશ્રી તરીકેની કામગીરીની શુભ શરૂઆત કરી.

 

આચાર્ય તરીકે જોડાયા બાદ આ શાળામાં મારૂં સૌ પ્રથમ એ કાર્ય હતું કે ઘાટલોડિયા જેવા વિકસિત વિસ્તારના બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમને મુલ્યનિષ્ઠ શિક્ષણ આપી શકાય, તેઓને શિક્ષણ દ્વારા પગભર કરી શકાય, તેઓ સમાજમાં મોભાનું સ્થાન મેળવી શકે તે હેતુથી આ શાળાની સ્થાપના થઈ. શિક્ષકોનાં અથાગ પ્રયત્નો દ્વારા થોડાંક સમયમાં શાળા તમામ ક્ષેત્રે પ્રગતિ કરવા માંડી સમાજમાં સારી શાળા તરીકે ગણના થવા લાગી. શાળામાં આચાર્ય તરીકે જોડાયા પછી મે શાળામાં મુખ્યત્વે શાળાના વિદ્યાર્થીઓના વિકાસ અર્થે મારા મનોમન મેં ત્રણ કામ કરવાના નક્કી કર્યું. સૌ પ્રથમ મારૂ એ કાર્ય હતું કે શાળાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતામાં વધારો કરવો એટલે કે શાળાનું શૈક્ષણિક પાસું વધારે મજબૂત કરવું. એવા તમામ પ્રયત્નો કરવા જેથી શાળાના બાળકોને સારી રીતે ભણાવી શકાય અને બાળકો વધારેમાં વધારે શાળામાંથી શીખી શકે અને તેઓ પોતે શાળાનાં ભણતરથી સંપુર્ણ સંતુષ્ટ થાય. બીજું મારું એ કાર્ય હતું કે શાળામાં અભ્યાસિક પ્રવૃત્તિની સાથોસાથ સહઅભ્યાસિક પ્રવૃત્તીનો વ્યાપ વધારવો. આમ શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વધારી તેમાં વિદ્યાર્થીઓને ભાગ લેતાં કરવાં અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવું. તેમની તમામ આંતરીક શક્તિઓને પિછાણવી અને તેમનામાં રહેલી આવી સુષુપ્ત શક્તિઓને બહારલાવવામાં જરૂરી માર્ગદર્શન તથા ટ્રેનીંગ પૂરી પાડવી અને ત્રીજું મારે એ અગત્યનું કામ કરવાનું હતું કે શાળામાં તમામ કક્ષાએ શિસ્ત લાવવી. શાળામાં શિસ્ત લાવવા માટેના પ્રયત્નો આદર્યા પછી તેમાં મને ઘણી સફળતા મળી અને વિદ્યાર્થીઓએ પોતે શાળામાં કઈ રીતે વર્તવું અને તેઓએ તેમનાં માતા પિતા, વડીલો અને ગુરૂઓ સાથે કેવો વ્યવહાર રાખવો તેની સાચી સમજ મેળવી શકાય.

સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે રમતગમતની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ચિત્ર અને ઉદ્યોગને લગતી પ્રવૃત્તિ, સાહિત્યિક પ્રવૃત્તિઓ શાળામાં વર્ષ દરમ્યાન આયોજન મુજબ કરાવી વિદ્યાર્થીઓને આંતરશાળાકીય અથવા તો યુવા પ્રતિભાશોધ જેવી હરિફાઈઓમાં રમત તથા સાંસ્કૃતિક ક્ષેત્રે ભાગ લેવડાવી શાળાના વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાએ ભાગ લેવા મોકલી શક્યો.

પ્રવૃત્તિમાં આ શાળામાં માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે એન.સી.સી. ની તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે એન.એસ.એસ. જેવી પ્રવૃત્તિ શાળામાં ચાલી રહી છે.

શાળામાં તથા અન્ય શાળામાં યોજાતી વિવિધ પરીક્ષાઓ જેવી કે અંગ્રેજી, રાષ્ટ્રભાષા હિન્દી, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વરા લેવાતી પ્રખરતા શોઘ કસોટી, રાષ્ટ્રીય પ્રતિભા ખોજ સ્પર્ધા, તથા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાથી ડ્રોઈંગ ગ્રેડની પરીક્ષા અને શિષ્યવૃત્તિની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે અને તેમાં વિવિધ શિક્ષકો દ્વારા જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવે છે.

 

સંચાલકશ્રીના અનુભવ અને તેમનું માર્ગદર્શન અને શિક્ષક ભાઈ-બહેનોની અવિરત સહકારની ભાવના વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં મદદરૂપ બની રહી છે અને બનશે. શાળા પરિવાર શાળાને શિક્ષણક્ષેત્રે સારું નામ અપાવશે તેવી આશા સાથે ............

                     

President's Message

                       

શ્રી ચંદુભાઇ રાયચંદદાસ પટેલ ( મેનેજીંગ ટ્રસ્ટી )

           આસ્થાભર્યા અગાધ અને અવિરત પ્રયત્નોના કારણે જેને વાસ્તવિકતાનું સાકાર સ્વરૂપ આપી શક્યા છીએ તેવી નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નૂતન વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલના ૪૦ વર્ષની સફરમાં શાળા શરૂ કરવાથી માંડીને શાળાને વર્તમાન સમયમાં ધબકતી રાખવા માટે મારે મારી જીંદગીમાં ઘણો સંધર્ષ કરવો પડ્યો છે. આર્થિક પરિસ્થિતિ નબળી અને સાથે સાથે આ ઘાટલોડિયા વિસ્તાર ૩૦ વર્ગ અગાઉ આજના જેટલો સમૃદ્વ ન હોવાના કારણે ફી ભર્યા વગર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતાં હતાં. સાથે સાથે સામાજીક અને કૌટુંબિક જવાબદારીનું વહન કરવાનું હતું અને શાળામાં ઉત્તરોત્તર સંખ્યામાં વધારો થયે જતો હતો અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સવલતો પુરી પાડવાની હતી. વિદ્યાર્થીઓને માટે દરવર્ષે નવા પાકા ઓરડાઓની વ્યવસ્થા કરવાની હતી અને તેમની શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં પણ સતત રચ્યાંપચ્યાં રાખવાના હતા. આવી પરિસ્થિતિઓને સારી રીતે પસાર કરવામાં મને શાળાના શિક્ષકો તરફથી ઘણો સારો સહકાર પ્રાપ્ત થયેલ છે અને તેના કારણે શાળાનું સંચાલન સારી રીતે કરવામાં મુશ્કેલી પડેલ નહી. શાળા વિકાસ પરંપરા આજેપણ જળવાઈ રહી છે. શાળાની ભૌતિક વ્યવસ્થા સારામાં સારી કહી શકાય તેના મેદાન સાથેના મકાનની બરોબરી એક સારી કોલેજ સાથે થઈ શકે તેમ છે. તમામ પ્રકારની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી રહી છે. શાળાની અભ્યાસિક પ્રવૃત્તિની વાત કરીએ તો શાળામાં ત્રણ પરીક્ષાઓ, યુનીટ ટેસ્ટની સાથે સાથે શાળામાં ઉંચો બૌદ્વિક આંક ધરાવતાં હોશિયાર વિદ્યાર્થીઓને અલગ માર્ગદર્શન તથા પરીક્ષાઓનું આયોજન કરી જાહેર પરીક્ષાઓમાં સારા માર્કસ મેળવવામાં વિદ્યાર્થીઓને સહાયરૂપ બનવા શાળામાં શિક્ષક મિત્રો અને શાળાના આચાર્યશ્રી હંમેશા જાગૃત હોય છે. શાળાના તમામ વર્ગોમાં સારામાં સારું શિક્ષણકાર્ય થઈ શકે તે માટે ઝીણવટભરી બાબતોને ધ્યાને લઈ શકાય એટલા તમામ પ્રયત્નો મારા કક્ષાએ કરવામાં આવે છે અને તેવા પ્રયત્નો કે જે, વિદ્યાર્થીની ઉચ્ચત્તમ કારકિર્દી ઘડવામાં મદદરૂપ નિવડે, આખરે શાળાનો વિદ્યાર્થી જ શાળાનો સાચો અરીસો છે. તેનું સારું ઘડતર કરવાની જવાબદારી મા-બાપ તથા શિક્ષકોની છે. આજના વિદ્યાર્થીઓ આવતી કાલના સારા ડોક્ટર, ઈજનેર, અને સારા એવા હોદ્દા પર બિરાજમાન થાય તો જ શાળાએ કરેલ કાર્ય દીપી ઉઠે અને આ વિધાન સાર્થક કરવા માટે શાળા પરિવાર સાથે સંકળાયેલા તમામ લોકોએ જીવ જોડીને કામ કરે તો જ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય. વિદ્યાર્થીમાં પ્રેમ, કરૂણા, વિનય, વિવેક, આત્મવિશ્વાસ, આદર, શિસ્ત, સાદગી, સેવા, સમર્પણ, સંપ, સહકાર, શ્રદ્વા તથા ત્યાગ જેવા ગુણો વિકસાવાય ત્યારે જ વિદ્યાર્થી સાચા અર્થમાં દિપાવ્યો છે તેમ કહી શકાય. આજના વિકસતા જમાનામાં વિદ્યાર્થીઓને આવતીકાલના સારા નાગરિક બનાવી શકીએ અને તે માટે તેને ઘડનારી પ્રવૃત્તિઓ જેવી કે એન.સી.સી. તથા એન.એસ.એસ. ના આયોજન દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ખીલવી શકાય.

 

           શાળામાં વિદ્યાર્થી ભણવા આવે ત્યારે શાળા તેને જેલ સમાન ન લાગવી જોઈએ એ જોતાં બાળકને મુક્ત મને ખીલવા દેવાં, હંમેશા હકારાત્મક વિચારો જન્માવી અને તેને અમલમાં મૂકવા અને વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિ કરાવી વિદ્યાર્થીના શાળા જીવનને ધબકતું રાખવામાં આવે તો વિદ્યાર્થી જ્યારે ભવિષ્યમાં શાળાને યાદ કરે તો તેણે શાળામાં વિતાવેલી મધુર ક્ષણોને સ્મરણોકિંત કરતાં રોમાંચ અનુભવે અને શાળા પરિવારને યાદ કરે.

 

           સંચાલનની બાબતમાં શાળામાં તમામ બાબતોને આવરી લેવામાં આવે છે હજુપણ વધારે સારું શિક્ષણ આપી શકીએ તેવા અમારા સંનિષ્ઠ પ્રયત્નો રહેશે તેમાં વાલી મિત્રોના સહકારની હંમેશાં જરૂર પડશે. શાળાની પ્રવૃત્તિઓમાં હજુપણ વધારો કરશે અને તેમાં તમામ વિદ્યાર્થીઓ જોડાય તે માટે તેમને પ્રેરીત કરાશે. શાળામાં વર્ગની બહારની પ્રવૃત્તિમાં વિકાસ થાય, વિદ્યાર્થીઓ શાળામાં કંઈક શીખીને જાય તે રીતના પ્રયત્નો કરવામાં આવશે.