NUTAN VIDYA VIHAR HIGHER SECONDARY SCHOOL
सत्यम शिवम सुन्दरम
NUTAN VIDYA VIHAR HIGHER SECONDARY SCHOOL
Opp. Ghatlodia Post Office, Prabhat Chowk, Ghatlodiya, Ahmedabad.
 
Detail of Institute
History
Message
Achievements
History

 

             આ શાળાની શરૂઆત નૂતન એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ સને ૧૯૭પ ની સાલમાં માત્ર ૧૬૬ જેટલા વિદ્યાર્થીઓની સામાન્ય સંખ્યાના સહારે નૂતન પ્રાથમિક શાળાની શરૂઆત થઈ. શાળાની શરૂઆત રન્નાપાર્ક વિસ્તારની ચંચળબાગ સોસાયટીમાં મકાનમાંં થઈ. શિક્ષણ પરત્વેની લગન તથા કઠોર પરિશ્રમના સથવારે ક્રમશ ધોરણ : ૧ થી ૭ ના વર્ગો શરૂ થયા. સંધર્ષ કરતા કરતાં સને ૧૯૭૯ ની સાલમાં ધોરણ-૮ ની મંજૂરી મળી. ધોરણ-૮ ની મંજૂરી મળતાં ઘાટલોડિયા વિસ્તારમાં શાળાની વિકાસગાથાના મંડાણ શરૂ થયા અને ૧૯૮૧ માં ધોરણ-૧૦ અને ૧૧ સામાન્ય પ્રવાહની શરૂઆત કરવામાં આવી.

                   વિજ્ઞાન પ્રવાહ એ સમયની માંગ હતી અને ઘાટલોડિયા વિસ્તારના વાલીઓના વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવાનો આગ્રહ હતો. એ વખતે આ પ્રકારનું શિક્ષણ શાળા માટે ખર્ચાળ હોવાથી શાળામાં વિજ્ઞાન પ્રવાહ શરૂ ન થઈ શક્યો. આ વિસ્તાર વિજ્ઞાન પ્રવાહની શાળાથી વંચિત હતો. લોકોને પોતાના બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં ભણાવવામાં ઘણી હાલાકી ભોગવવી પડતી હતી. આથી સને ૧૯૮૪ માં ઘાટલોડિયા વિસ્તારમાં સૌ પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહની શરૂઆત આ શાળામાં કરવામાં આવી.

                 વિકસતા વિજ્ઞાન અને શિક્ષણમાં અંગ્રેજી માધ્યમના શિક્ષણનું મહત્વ વધવાને કારણે શાળામાં સને ૧૯૮૯ ની સાલમાં અંગ્રેજી માધ્યમના વર્ગોની શરૂઆત કરવામાં આવી. શરૂઆતમાં ધોરણ ૧ થી શરૂ કરીને આજે ક્રમશઃ ધોરણ ૧ર ના વર્ગો ચાલી રહ્યા છે. અત્યારે હાલ શાળામાં બાલવિભાગ થી ધોરણ : ૧ર (અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ) માં કુલ ર૬૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.   

                    માર્ચ - ર૦૦પ ધો.-૧૦ ની બોર્ડની પરીક્ષામાં પ્રજાપતિ કિંજલ મહેન્દ્રભાઈ એ સમગ્ર રાજ્યમાં ૯ મા ક્રમે આવી શાળાનુ ગૌરવ વધારેલ છે.      

                    વર્ષ ર૦૦૭-૦૮ માં શાળા જિલ્લાની દસ શ્રેષ્ઠ શાળાઓમાં બીજા ક્રમે પસંદગી પામેલ છે.  

                 વર્ષ ર૦૧ર-૧૩ માં શાળાના અંગ્રેજી માધ્યમમાં માર્ચ-ર૦૧ર ની બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ તથા ધો.૧ર સા.પ્રવાહમાં ૧૦૦ ટકા પરીણામ આવ્યા બદલ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાંથી ૧૧૦૦૦/- + ૧૧૦૦૦/- એમ બન્ને વિભાગોમાં કુલ રર,૦૦૦/- નો પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે.

                    જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ર૦૧૩-૧૪ ના વર્ષમાં શાળાઓમાં શ્રેષ્ઠ શાળા તરીકે અમદાવાદ જિલ્લા કક્ષાએ શાળાને શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમે જાહેર થયેલ છે. પ્રોત્સાહક ઈનામ તરીકે રૂા. એક લાખ મેળવેલ છે.

                 નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન, સાયન્સ અને ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ - ભારત દ્વારા આયોજીત આઈડીયા અને ઈનોવેશન પર શાળાના બાળકો માટેની નેશનલ એન્યુઅલ કોમ્પીટીશનમાં સાલ - ૨૦૧૪-૧૫ માં શાળાના ધો.-૧ર વિ.પ્રવાહ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ખુશ હર્ષદકુમાર પટેલનું ટાઈટલ “મુવેબલ સીટ ફોર ફીઝીક્લી ડીસેબલ પર્સન ઈન કાર” પસંદગી પામેલ. જે બદલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

                 શાળાના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકશ્રી મનિષકુમાર મોતીભાઈ પટેલ ને વર્ષ-ર૦૧૪ માં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ખાતેश શ્રેષ્ઠ શિક્ષક તરીકે નવાજેલ છે.

               શાળા દિન પ્રતિદિન વિકાસ કરી રહી છે. શાળાના વિદ્યાર્થીઓ જાહેર પરીક્ષામાં પણ સારો દેખાવ કરી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં રસભેર ભાગ લઈ પોતાનું તથા શાળાનું નામ રોશન કરી રહ્યા છે.